Tuesday, August 9, 2011

Chinu Modi
























બંધ આંખે હેતુ વાંચો છો

તમે રેતી દેખી સેતુ બાંધો છો

તમે સાત પગલાં ચાલવા છે

એટલે સાવ ટુંકો પંથ માંગો છો તમે. – ચીનુ મોદી

════▶«ღ»◀▶«ღ»◄════

લાગણીની બીક લાગે છે

મને વાત એ પણ ઠીક લાગે છે

મને પાણીમાં ચહેરાને જોયો એ

પછી દર્પણો દાંભીક લાગે છે મને ! – ચિનુ મોદી

════▶«ღ»◀▶«ღ»◄════

છે ખરો કે લા-પતા, ભૈ ?

મન ગણે તે માન્યતા, ભૈ.

આંખ મીંચી યાદ કર તો

જીવતાને જાગતા- ભૈ.


રોજ મારામાં રહીને

દિન બ દિન મોટા થતા- ભૈ.

‘સાંકડું આકાશ બનજો’

પંખી કેવું માંગતા- ભૈ ?

વય વધેલી ઢીંગલી ને

ખૂબ ઊંડે દાટતા, ભૈ.

શું થયું ‘ઈર્શાદ’ તમને ?

શ્વાસથી કંટાળતા, ભૈ ? - ચિનુ મોદી


════▶«ღ»◀▶«ღ»◄════


શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?

પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?

રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,

શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,

લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?

તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’. - ચિનુ મોદી

════▶«ღ»◀▶«ღ»◄════

“થાય છે કાયા વગરનો એક પડછાયો હવે

શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.”

“દદડતી રેતીમાં ડૂબી જવાની વાત ભૂલી જા

હલેસાં શોધનારાં વ્હાણ પાછાં આવવાનાં છે?” - ચિનુ મોદી

════▶«ღ»◀▶«ღ»◄════

1 comment: